પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્ર WHATSAPP ચેનલ શરૂ કરાઈ

પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્ર WhatsApp ચેનલ શરૂ કરાઈ

પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્ર WhatsApp ચેનલ શરૂ કરાઈ

Blog Article

સલામત અને કાયદેસર માઇગ્રેશન વિશે જાગૃતિ લાવવાના સરકારના પ્રયાસોના ભાગ રૂપે વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહે પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્ર વોટ્સએપ ચેનલ શરૂ કરી છે.  આ ચેનલ મારફત કાયદેસર અને સલામત માઇગ્રેશન વિશેની માહિતી જનતા સરળતાથી સમજી શકે તેવા સ્વરૂપમાં અને સામગ્રીમાં પ્રસારિત કરાશે.


બુધવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે 11 માર્ચે સુષ્મા સ્વરાજ ભવનમાં વિદેશ મંત્રાલય (MEA) રજિસ્ટર્ડ રિક્રુટિંગ એજન્ટ્સ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે એક દિવસીય કોન્ક્લેવ દરમિયાન આ ચેનલ શરૂ કરાઈ હતી. પોતાનાભાષણમાં, સિંહે માઇગ્રેશન પ્રક્રિયામાં આરએ (ભરતી એજન્ટો) દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આરએ સમુદાયને વિદેશમાં સ્થળાંતરિત કામદારોની સલામત અને કાયદેસર ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે વધુ કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. આ કોન્ક્લેવનું આયોજન વિદેશ મંત્રાલયના ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ અને પ્રોટેક્ટર જનરલ ઓફ ઇમિગ્રન્ટ્સ (OE & PGE) વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

Report this page